દાહોદના કાળી તળાઈ ગામે દાહોદ ઈન્દૌર હાઈવે પર પોલીસનો સપાટો : દાહોદ એલ.સી.બી. પોલીસે રૂા. ૨૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આઈસર ગાડી ઝડપી પાડી
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૦૮
દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે દાહોદ ઈન્દૌર નેશનલ હાઈવે પરથી દાહોદ એલ.સી.બી. પોલીસે આઈસર ગાડી સાથે ચાલકને ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં ગાડીમાંથી વિદેશી દારૂની ૩૭૦ પેટીઓ કિંમત રૂા. ૨૦,૦૨,૫૬૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩૦,૦૭,૫૬૦નો મુદ્દામાલ કબજે કરતાં દાહોદ જિલ્લામાં બુટલેગરો આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે દાહોદ ઈન્દૌર નેશનલ હાઈવે પર વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક આઈસર ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે આઈસર ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી અને ગાડીના ચાલક ગણપતળાલ પુરખારામ બિશ્નોઈ (રહે.પાદરડી, તા. ગુંડામાલીની, જી. બાડમેર, રાજસ્થાન) નની પોલીસે અટકાય કરી આઈસર ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આઈસર ગાડીમાં જંગી જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની પેટીઓની ગણતરી કરતાં વિદેશી દારૂની કુલ ૩૭૦ પેટીઓ જેમાં બોટલો નંગ. ૪૪૪૦ કિંમત રૂા. ૨૦,૦૨,૫૬૦ના પ્રોહી જથ્થા સાથે આઈસર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૩૦,૦૭,૫૬૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે એલ.સી.બી. પોલીસે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

