દેશભરમાં મોંઘવારીએ માછા મુકી છે ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલાઓ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાને પગલે વિરોધ પ્રદર્શન યોજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
વધતાં રાંધણ ગેસ તેમજ ખાદ્ય તેલના ભાવ વધારાને લઈ દાહોદ શહેરમાં દાહોદ કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકાર વિરોધી સુત્રોચ્ચારો પોકાર્યાં હતાં.
દેશમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ કુદકેને ભુસકે વધી રહ્યાં છે. શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, અનાજ, રાંધણ ગેસ, ખાદ્ય તેલ વિગેરેના ભાવોમાં ઘરખમ વધારો નોંધાંતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે ત્યારે દાહોદ શહેરમાં આજરોજ દાહોદ કોંગ્રેસ મહિલા સમિતીની બહેનો દ્વારા દાહોદ શહેરમાં આજરોજ રાંધણ ગેસના વધતાં ભાવોના વિરોધમાં હાથમાં વિવિધ બેનરો લઈ સરકાર વિરોધી સુત્રોચ્ચારો પોકારી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. રાંઘણ ગેસ તેમજ ખાદ્ય તેલના ભાવોમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાહોદ કોંગ્રેસ સમિતીની મહિલા આગેવાનો તેમજ કાર્યકર્તા બહેનો હાજર રહ્યાં હતાં.