જુનાપાણી ગામે અજાણી દ્વારા નવજાત બાળકીને તરછોડી ફરાર
દાહોદ તા.૦૧
દાહોદ તાલુકાના જુનાપાણી ગામે કોઈ અજાણી †ીએ પોતાનુ પાપ છુપાવવા માટે બાળકીને જન્મ આપ્યા બાદ કાળી નદીના કિનારી બાળકીને જીવીત હાલતમાં તરછોડી મુક્યાના ૨૩ દિવસ બાદ પોલિસે ફરિયાદ નોંધ્યાનું જાણવા મળે છે.
કોઈ અજાણી †ીએ પોતાનુ પાપ છુપાવવા માટે ગત તા.૦૭.૦૯.૨૦૧૯ના રોજ એક બાળકીને જન્મ આપી તાજી જન્મેલી બાળકીને દાહોદ તાલુકાના જુનાપાણી ગામે કાળી નદીના કિનારે મુકી અજાણી †ી ફરાર થઈ ગઈ હતી. આ દરમ્યાન ઢોરો ચરાવવા ગામમાં જ રહેતા એક ઈસમે આ બાળકીનો રડવાનો અવાજ સાંભળતા ઈસમ ત્યા દોડી ગયો હતો અને બાળકીને લઈ પોતાને ઘરે આવી ગયો હતો. આ બાળકીનો વિડીયો કોઈ વ્યÂક્તએ સોશિયલ મીડીયામાં ફરતો કરતાં દાહોદ જિલ્લા બાળ સુરક્ષા એકમે આ બાબતને ધ્યાને લઈ જિલ્લા બાળ સુરક્ષા એકમ દાહોદના પ્રોટેક્શન ઓફીસર રેખાબેન દિવ્યેશભાઈ વણકરે જુનાપાણી ગામમાં જઈ બાળકી અંગેની વિગતો મેળવી તે પરિવારને સમજાવી બાળકીનો કબજા લઈ બાળકીને ગોધરા ખાતેના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.
આ સંદર્ભે કતવારા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
