આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા : દાહોદ તાલુકાના દેલસર ગામે તળાવમાં હજારો મૃત માછલીઓ મળી આવતાં ચકચાર મચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦
દાહોદ તાલુકાના દેલસર ગામે આવેલ એક તળાવમાં હજારો માછલીયાઓના અચાનક ટપોટપ મોતને પગલે ગ્રામજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ માછલીઓ કેવી રીતે મૃત પામી તેનું સાચુ કારણ હાલ સુધી જાણવા મળ્યું નથી.
દાહોદ તાલુકાના દેલસર ગામે આવેલ એક તળાવમાં અગમ્યકારણોસર હજારો માછલીઓના એકાએક ટપોટપ મોતને પગલે ગ્રામજનોમાં તરેહ તરેહની ચર્ચાઓ જાેર પકડ્યું હતું. દેલસર ગામે આવેલ તળાવમા પશુધન પણ પાણી પીવે છે ત્યારે આ તળાવમા હજારો માછલીઓના મોતથી ગ્રામજનોમા ફફડાટ ફેલાયેલો જાેવા મળી રહ્યો છે તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તળાવમા માછલીઓના મોતનુ કારણ હાલ અકબંધ રહ્યુ છે. તપાસ બાદજ આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોતનુ કારણ બહાર આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: