દાહોદ તાલુકાના ખરેડી ગામે : મેગા જી.આઈ.ડી.સી. ખાતે ટ્રકમાંથી રૂા. ૯ લાખ ઉપરાંતના ઘઉંને ચાર જણાએ બારોબાર વેચી માર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ તાલુકાના ખરેડી ગામે આવેલ મેગા જી.આઈ.ડી.સી. ખાતે એક ઈન્ડસ્ટ્રીઝ ખાતેથી એક ટ્રકમાંથી ચાર જેટલા ઈસમોએ ઘઉંનો રૂા. ૯,૬૦,૧૯૩નો જથ્થો એકબીજાના મેળાપીપણમાં વિર્ધારિત સ્થળે ન મોકલી વેચી મારી વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૩મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ખરેડી ગામે આવેલ મેગા જી.આઈ.ડી.સી. ખાતે દિપકકુમાર ઘનશ્યામભાઈ અગ્રવાલની આવેલ ભવ્ય ઈન્ડ્રસ્ટ્રીઝમાંથી એક ટ્રક (ટ્રેલર) માંથી અલ્પેશભાઈ ધીરજભાઈ ઠક્કર (રહે. ભુજ), વિપુલકુમાર શૈલેષકુભાઈ ઠક્કર (રહે. કચ્છ), અમિત ચૌહાણ (રહે. કચ્છ) અને પ્રકાશકુમાર કુંભારામ (રહે. રાજસ્થાન) નાઓએ એકબીજાના મેળાપીપણામાં ઘઉંનો ૪૧૨.૧૦ ક્વિન્ટીલ (૬૮૦ દાગીના) નાનો જથ્થો કિંમત રૂા. ૬,૬૦,૧૯૩નો ઘઉંનો જથ્થો ગાંધીનગરની એક કંપનીને ન પહોંચાડી વેચી મારી દિપકકુમાર ઘનશ્યામભાઈ અગ્રવાલ સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે દિપકકુમાર ઘનશ્યામભાઈ અગ્રવાલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.