ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે વંદે વિકાસ યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરાયું : પૂર્વ વગેલા જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ રિટાયર્ડ ડી.આઇ.જી આઈ.પી.એસ. ઓફિસર બી.ડી.વાઘેલાના અઘ્યક્ષ સ્થાને યોજાયો
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૦
હાલ દાહોદ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા ચાલી રહી છે, આ વિકાસ યાત્રા અંતર્ગત ત્રણ રથ આખાં દાહોદ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં જઈ પરિભ્રમણ કરી રહ્યાં છે, તે અંતર્ગત વંદે ગુજરાત યાત્રાનો રથ આજ રોજ પેથાપુર મુકામે આવી પહોંચ્યો હતો, આ રથનું સ્વાગત ઢોલ નગારા વગાડી આવકારવામાં આવ્યો હતો, ઝાલોદ તાલુકાના પૂર્વ વગેલા જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ રિટાયર્ડ ડી.આઇ.જી આઈ.પી.એસ. ઓફિસર બી.ડી.વાઘેલાના અઘ્યક્ષ સ્થાને યોજાયો અને વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
વંદે ગુજરાત યાત્રાનો રથ અલગ અલગ વિસ્તારોમાં તેમજ ગામોમાં જઈ રહ્યો છે ,આ રથ જે પણ ગામોમાં જાય છે ત્યાંના સ્થાનિક નેતાઓ તેમજ ગ્રામજનો ત્યાં પહુંચી તેનું ભારતીય પરંપરા મુજબ કંકુ તિલક લગાવી શ્રીફળ વધેરી રથનું સ્વાગત કરવામાં આવે છે, ત્યાર બાદ આ રથ દ્વારા ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા કરાયેલા વિકાસ કાર્યોની ઝલક લોકોને ફિલ્મ દ્વારા બતાવવામાં આવે છે, દરેક ગ્રામજનો આ ફિલ્મ ધ્યાન પૂર્વક જુવે છે અને દેશમાં થયેલ વિકાસના કાર્યોનો પરિચય મેળવે છે, વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ મારફત જન જન સુધી વિકાસની માહિતી પહોંચાડવામાં આવી રહી છે, તો સ્થાનિક લોકો પણ આ રથનું દરેક જગ્યાએ ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે.
વંદે ગુજરાત ગુજરાત વિકાસ યાત્રા દ્વારા વિવિધ યોજના થકી મળતા લાભોની લોકોને જાણ કરવામાં આવે છે, અહીં યોજાયેલ કાર્યક્રમમાં લાભાર્થી નાગરિકોને લાભ આપવામાં આવે છે તેથી તેઓ ખૂબ જ ખુશખુશાલ જોવા મળે છે.
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ૧૯ જુલાઈ સુધી દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જઈ લોકો સુધી યોજનાકીય લાભો પહોંચાડી રહ્યા છે, તેમજ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના વિકાસના કાર્યોની ગાથા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે,આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ કારોબારી સદસ્ય ઈસુભાઈ લબાના, ઝાલોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અનિતાબેન મછાર તેમજ ગામના સરપંચશ્રીઓ, તાલુકા સદસ્યઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.તેમજ જુદા જુદા વિભાગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

