ધાનપુર તાલુકાના ગાહેલવાઘા ગામેથી ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ જતો યુવક
દાહોદ તા.૦૧
ધાનપુર તાલુકાના ગાહેલવાઘા ગામે એક ૧૫ વર્ષીય સગીરાને ભરૂચ જિલ્લામાં રહેતા એક યુવકે સગીરાને પ્રેમના પાછ ભણાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી ગયાનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને પોતાની પÂત્ન તરીકે રાખવા સારૂ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાનવા ગામે ઠાકોર ફળિયામાં રહેતો અશોકભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોરે ગત તા.૨૦.૦૯.૨૦૧૯ના રોજ સગીરાને પ્રેમના પાઠ ભણાવી ધાનપુર તાલુકાના ગાહેલવાઘા ગામેથી અપહરણ કરી લઈ નાસી જતા આ સંબંધે અપહરણ થયેલ સગીરાના પરિવારજનોને આ બાબતની ભાણ મળતાં તેઓ કાનવ ગામે ઉપરોક્ત યુવકના ઘરે ગયા હતા જ્યા અશોકભાઈ ઠાકોરે સગીરાના પરિવારને બેફામ ગાળો બોલી હતી.
આ સંબંધે સગીરાના પિતાએ ધાનપુર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
