ઝાલોદ નગરમાં મુસ્લિમ બિરાદારો દ્વારા બકરા ઇદની ઉજવણી કરાઈ : ઇસ્લામ ધર્મમાં બકરી ઈદનુ વિશેષ મહત્વ છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૦
ઇસ્લામિક માન્યતા અનુસાર હજરત ઇબ્રાહિમે પોતાના દિકરા હજરત ઇસ્માઇલને આ દિવસે ખુદાના હુકમ પર ખુદાની રાહમાં કુરબાન કરી દીધો હતો
બકરી ઇદ રમજાનનો પવિત્ર મહિનો સમાપ્ત થવાના લગભગ 70 દિવસો બાદ મનાવવામાં આવે છે. બકરી ઇદ પર કુરબાની આપવામાં આવે છે અને મીઠી ઇદ બાદ આ ઇસ્લામ ધર્મનો મુખ્ય તહેવાર હોય છે.
ઈદ ઉલ જુહા (બકર ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, જુહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે. એટલે ઇદુલ જુહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે.
ઈસ્લામી માન્યતા મુજબ, ઈબ્રાહીમની પરિક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઈસ્લાઈલને વેદી પર ચઢાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી. જ્યારે તેણે પોતાનુ કામ પુરૂ કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઉભો જોયો. વેદી પર કપાયેલ બકરીનુ બચ્ચુ પડ્યુ હતુ. આ તહેવાર ત્રણે દિવસોમાંથી એક દિવસ, પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે ૬૧ર ગ્રામ કે તેનાથી વધુ ચાંદી છે, બકરો, ઘેંટુ અથવા કોઈપણ ચારપગવાળા પશુને કુર્બાન કરવામાં આવે છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રધ્ધાનુ પ્રતિક છે. ઈદની નમાઝ પછી કુરબાનીનુ ગોશ્ત વહેંચવામાં આવે છે અને સાથે બેસીની ખાવામાં આવે છે.
ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-જુહા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દૂમાં બકરી-ઈદ કહેવામાં આવે છે.
ઝાલોદ નગરના મુસ્લિમ સમાજ દ્વારા વહેલી સવારે ઈદના દિવસે સાથે મળીને ઈદની નમાઝ અદા કરવામાં આવી , દરેક મુસ્લિમ ભાઇઓ નમાઝ અદા કર્યાં બાદ એક બીજાને ગળે મળી ઇદની શુભકામનાઓ પાઠવતા જોવા મળતા હતા, મુસ્લિમ સમાજના વડીલો નાના બાળકોને ઈદી ( ગીફ્ટ ) આપતા જોવા મળતા હતા, આજ રોજ પોલિસ તંત્ર દ્વારા પણ ઈદના પર્વને લઈ સારો સહકાર મળ્યો હતો