ભુતકાળમાં દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતાં રચીત રાજના દાહોદ જિલ્લામાં વિકાસ કાર્યાેંની ગાથા

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લામાં ભુતકાળમાં રચીત રાજ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોતાની ફરજ બજાવી ચુક્યાં છે. હાલ તેઓ જુનાગઢમાં કલેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લામાં રચીત રાજ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોતાની ફરજ બજાવતાં હતાં તે સમયે દાહોદ જિલ્લાની દિશા અને દશા તેઓના નેતૃત્વમાં કંઈક અલગ જ હતી. વિકાસના અનેક કામોમાં રચીત રાજે અંગત રસ દાખવી જાહેર જનતાના હિત માટે તેઓએ અનેક વિકાસલક્ષી કાર્યાેં કર્યાં હતાં. દાહોદ જિલ્લામાં વિકાસની ગાથામાં તેઓનું નામ હંમેશા માટે સૌ કોઈ માટે યાદગાર રહેશે.

રચીત રાજ દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ૨ વર્ષ સુધી પોતાની ફરજ બજાવી હતી. આ બે વર્ષ દરમ્યાન દાહોદ જિલ્લામાં તેઓના નેતૃત્વમાં દાહોદ જિલ્લો વિકાસની હરફાળ ગતિએ આગળ વધ્યો છે. રચીત રાજના કાર્યકાળ દરમ્યાન તેઓ દ્વારા આઈ.સી.ડી.એસ., જિલ્લા પંચાયતના કાર્યાે, આર.એન્ડ બી.ના કાર્યાે, પશુપાલન ક્ષેત્રે, ખેડુતોના હિતને ધ્યાનમાં રાખીને વિગેરે જેવા અનેક વિકાસલક્ષી વિવિધ કામગીરીઓને પાર પાડી જાહેર જનતાની સુખાકારી માટે તેઓએ રાત દિવસ એક કરી પોતાની નિષ્ઠાસભર કામગીરી બજારી છે. કોરોના કાળમાં સમગ્ર દેશ સહિત દાહોદ જિલ્લામાં લોકોએ અનેક પરિસ્થિતીઓનો સામનો કર્યાેં હતો ત્યારે કોરોના જેવી મહામારીના સમયે પણ રચીત રાજે લોકોના આરોગ્ય, હિત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અનેક બિરદાવવા લાયક કામગીરી કરી હતી. કોરોના કાળમાં પણ રચીત રાજે ચોવીસે કલાક ખડેપગે જાહેર જનતાની સેવા કરી હતી. ગરીબથી લઈ મધ્યમ વર્ગીય લોકોના કામોમાં પણ તેઓ દ્વારા નિઃસ્વાર્થ ભાવે કામ કર્યાં છે. આ ઉપરાંત તેઓએ જિલ્લાના વિકાસ માટે અનેક વિવિધ કાર્યાેંને પાર પાડી દાહોદ જિલ્લાને વિકાસના પંથે આગળ વધાર્યાેં હતો. દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પોતાના વિકાસ કાર્યાેેંના નામે હાલ પણ જિલ્લાવાસીઓના મોંઢે રચીત રાજનું નામ મોંઢે છે અને જિલ્લાવાસીઓમાં તેઓના કાર્યકાળની કામગીરીના વખાણ કરતાં પણ થાકતાં નથી. કદાચજ દાહોદ જિલ્લાવાસીઓને રચીત રાજ જેવા કર્મ નિષ્ઠ અધિકારી આગામી દિવસોમાં મળશે. હાલ રચીત રાજ જુનાગઢ ખાતે કલેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: