વંદે ગુજરાત યાત્રાનું નગરપાલિકા ઝાલોદમાં ઉમળકાભેર સ્વાગત : નગરપાલિકા પ્રમુખના હસ્તે રથનું સ્વાગત કરાયું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૧
સમગ્ર રાજ્યમાં હાલ વંદે ગુજરાત યાત્રાના કાર્યક્રમો યોજાઈ રહયા છે જે અન્વયે આજરોજ ૧૧જુલાઈ ના સવારના ૧૦–૦૦ કલાકે નગરપાલિકા ઝાલોદ ખાતે યાત્રાનું આગમન થયું તેનું સ્વાગત નગર પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કન્યાશાળાની ચોકારીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાદ યાત્રામાં જોડાયેલ મહાનુભાવો મામલતદાર ઝાલોદ ,ટી.એચ.ઓ ભાજપ અગ્રણી બી.ડી.વાઘેલા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની સાથે ચૂંટાયેલા કાઉન્સિલરો ,ઝાલોદ નગર ભાજપના સંગઠનના સૌ કાર્યકરો ,અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ વંદે ગુજરાત યાત્રામાં સરકારની વિવિધ પ્રજા લક્ષી યોજનાઓની જાણકારી આપીને છેલ્લા ૨૦ વર્ષમાં ભાજપના રાજમાં જે વિકાસ થયો છે તેની જાણકારી આપીને વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો .દાહોદ જિલ્લા પોલીસની “She ટીમ ‘ દ્વારા ઉપસ્થિતિ નાગરિકોને મહિલા અને સિનિયર સીટીઝન માટે સુરક્ષાની સાથે સાથે આપવામાં આવતી સહાય વિગેરે કામગીરીની માહિતી મહિલા પો.સ.ઈ એમ.કે પટેલ દ્વારા આપવામાં આવી જેને સૌ કોઈએ વધાવી લીધી હતી ..
હાલમાં જ ભાજપમાં પ્રવેશ મેળવેલ નગરપાલિકા ના પ્રમુખ અને કાઉન્સિલરો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરીને નગરપાલિકા વિસ્તારના વધુમાં વધુ નાગરિકો સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લે તે પ્રચાર પસાર વધારવા માટે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.
આજની યાત્રામાં નગરપાલિકા તરફથી નગરપાલિકાના પૂર્વપ્રમુખો ,નગરના સામાજિક આગેવાનો અને શહેર સંગઠનના સૌ હોદ્દેદારોની વિશેષ આમંત્રણ આપીને કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના કર્મચારીઓએ પ્રસંશનીય કામગીરી કરી હતી.