ઝાલોદ નગરમાં ગૌરીવ્રત તેમજ જયા પાર્વતી વ્રત ચાલુ થતાં યુવતીઓ દ્વારા મંદિરોમાં પૂજા અર્ચન કરવામાં આવ્યું : નાના બાળકોને સ્કૂલમાં જવાનું થતું હોવાથી વહેલી સવારે પાંચ વાગે પૂજા અર્ચના કરવા જાય છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૧
ગૌરીવ્રત તેમજ જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં ભોલેનાથના મંદિરોમાં સવારથી કન્યાઓ પૂજા અર્ચના કરવા પહોંચી જાય છે,બાળાઓને શાળાઓનો સમય પણ સાચવવાનો હોઈ વહેલી પરોઢે સવારે પાંચ વાગે પૂજા કરવા મંદિરે જાય છે જેથી બાળકોનું વ્રત પણ સચવાય અને અભ્યાસ પણ સચવાય. માતા પાર્વતી દ્વારા આ વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેથી બાળાઓ દ્વારા શિવશંકર જેવો સારો યુવક મળે તે માટે આ વ્રત કરે છે તેથી તેઓ ભીલેનાથની પૂજા કરે છે. બાળકો શિવજી ને રીઝવવા માટે
દૂધ-જળ-બીલીપત્ર વડે પૂજા કરે છે ,બાલિકાઓ જાતે અથવા મંદિરના મહારાજ દ્વારા બાળાઓ પૂજા અર્ચના કરે છે, નાની બાળાઓ દ્વારા પાંચ દિવસ સુધી ઘઉંના જુવારા ઉગાડી પૂજા અર્ચના કરવામાં આવે છે. નાની બાળાઓ તેમજ યુવતીઓ વહેલી સવાથીજ મંદિરે પૂજા અર્ચના પહોંચી જાય છે વહેલી સવારે મોટી સંખ્યામાં બાલિકાઓ ભેગી થઈ ગોરમાની પૂજા કરે છે જેથી આ પાંચ દિવસ બાલિકાઓ મોળુ જમે છે, નાની બાલિકાઓ રોજ નવા નવા વસ્ત્રો પહેરીને ફરવા પણ નીકળે છે અને ગાર્ડનમાં જઈ હિંડોળા પણ ઝુલે છે, વ્રતની શરૂઆત થતાં બજારમાં શુંકામેવા, ફ્રુટ, ફરાળી વસ્તુઓના ભાવમાં વધારો પણ જોવા મળી રહેલ છે