જાહેરમાં આખલાઓના યુધ્ધને પગલે વાહનોને નુકસાન સાથે સાથે લોકોના જીવને પણ જાેખમમાં મુકે તેવા આ યુધ્ધને પગલે શહેરવાસીઓમાં આખલાઓને જાેઈ એક પ્રકારનો ભય : દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ : જાહેર માર્ગ ઉપર આખલાઓ બાખડ્યાં
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૧૩
દાહોદ સ્માર્ટ સીટીમાં આમ તો હજ્જારો સમસ્યાથી પરંતુ તેમાંય ખાસ કરીને જાે મોટી સમસ્યા હોય તે જાહેરમાં રખડતાં પશુઓની સમસ્યાથી શહેરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયાં છે ત્યારે છેલ્લા એક અઠવાડીયાથી જાહેર રસ્તાઓ ઉપર આખલાઓના યુધ્ધને પગલે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે. દાહોદ નગરપાલિકાની સામે અને દાહોદના સ્ટેશન રોડ ઉપર જાહેરમાં આખલાઓના યુધ્ધને પગલે વાહનોને નુકસાન સાથે સાથે લોકોના જીવને પણ જાેખમમાં મુકે તેવા આ યુધ્ધને પગલે શહેરવાસીઓમાં આખલાઓને જાેઈ એક પ્રકારનો ભય પણ જાેવા મળી રહ્યો છે.
એક સપ્તાહ પુર્વ દાહોદ નગરપાલિકાની સામે બપોરના સમયે બે આખલાઓના જાહેર માર્ગ ઉપર યુધ્ધને પગલે પાર્કિંગ કરેલ વાહનોને આખલાઓએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે ગતરોજ સમી સાંજના સાતેક વાગ્યાના આસપાસ સ્ટેશન રોડ ખાતે બે આખલાઓનું જાહેરમાં બાખડતાં અડધો કલાક સુધી આ આખલાઓના યુધ્ધને પગલે અવર જવર કરતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકો અને રાહદારીઓ રસ્તાની સાઈડમાં ઉભા રહી ગયાં હતાં. આખલાઓ જાહેર માર્ગ ઉપર બાખડતાં વાહન ચાલકોમાં ભયનો માહોલ પણ જાેવા મળ્યો હતો ત્યારે સ્થાનીક લોકો દ્વારા જેમ તેમ કરી આખલાઓને ભગાડી મુક્યાં હતાં પરંતુ અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, નગરપાલિકાના સત્તાધિશોની મોટી મોટી ગુલબાંગો વચ્ચે આ રખડતા પશુઓ અને જાહેર માર્ગ ઉપર બાખડતા આ આખલાઓનું કાયમી નિરાકરણ કેમ નથી લાવતાં? લોકો ભયના ઓથાર વચ્ચે રસ્તાઓ ઉપરથી પસાર થવું પડે છે. થોડા મહિનાઓ પુર્વે જાહેર રસ્તાઓ ઉપર અડીંગો જમાવતાં પશુઓને કબજે કરવાની કાર્યવાહી પણ માત્ર ગણતરીના દિવસો સુધી પાલિકાના સત્તાધીશો દ્વારા ચલાવ્યાં બાદ આ કામગીરી પણ બંધ થઈ ગઈ છે. દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પશુઓ રસ્તાની વચ્ચો વચ્ચ અડીંગો જમાવી બેસતાં વાહન ચાલકો અને રાહદારીઓને જીવના જાેખમે ડરના માર્યે પસાર થવું પડે છે અને ખાસ કરીને જાહેરમાં બાખડતા આવા આખરાઓ તો ખરેખર શહેરવાસીઓના માટે હવે માથાનો દુઃખાવો સમાન બની ગયાં છે ત્યારે સમગ્ર મામલે આ મામલે પાલિકા સત્તાધિશો દ્વારા કાયમી નિરાકરણ લાવે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઓમાં ઉઠવા પામી છે નહીં તો ભવિષ્યમાં આ જાહેરમાં બાખડતા આખલાઓના ત્રાસથી કોઈ જાનહાની ના થાય તેની તકેદારી રાખી પાલિકા તંત્ર દ્વારા નિર્ણાયક પગલા લેવામાં આવે તે અત્યંત આવશ્યક છે.

