દાહોદ જિલ્લામાંથી બે સગીરાઓના લગ્નની લાલચે અપહરણ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૮મી જુલાઈના રોજ ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા ગાંગરડી બસ સ્ટેશન ખાતે ઉભી હતી તે સમયે ત્યાં ધાનપુર તાલુકાના બાટણપુરા ગામે પુજારા ફળિયામાં રહેતાં ગોવિંદભાઈ અરવિંદભાઈ ભુરીયા આવ્યો હતો અને સગીરાને પટાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાના અપહરણનો બીજાે બનાવ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઘેસવા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨ જુલાઈના રોજ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને ઘેસવા ગામે લીમડા ફળિયામાં રહેતો સુનીલભાઈ કાળુભાઈ ડામોરે સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: