ઝાલોદ તાલુકાના લીમડી નગરનો બનાવ : મોટરસાઈકલના ચાલકે અન્ય એક મોટરસાઈકલને અડફેટમાં લેતાં એકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક મોટરસાઈકલના ચાલકે આગળ જતી અન્ય એક મોટરસાઈકલને પાછળથી જાેશભેર ટક્કર મારતાં મોટરસાઈકલ પર સવાર એક દંપતિને ટક્કર મારતાં દંપતિ પૈકી મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૦ જુલાઈના રોજ ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે રહેતો રાકેશભાઈ રાજુભાઈ ડામોરે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ ચાકલીયા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતો તે સમયે તે રસ્તા પરથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ રાકેશભાઈ વાલીયાભાઈ ડામોર અને તેમની પત્નિ સરીતાબેન રાકેશભાઈ ડામોર (બંન્ને રહે. વરોડ, સુરપળી ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) ને અડફેટમાં લેતાં રાકેશભાઈ અને સરીતાબેન બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે સરીતાબેનને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સરીતાબેનનું મોત નીપજતાં આ સંબંધે વરોડ ગામે સુરપળી ફળિયામાં રહેતાં લાલસીંગભાઈ રાણજીભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.