ઝાલોદ નગરના ગામડી ગામે વંદે ગુજરાત યાત્રાના રથનું ઢોલનગારા સાથે સ્વાગત કરાયું : નિવૃત્ત આર.પી.એસ ઓફિસર બી.ડી.વાઘેલાના અધ્યક્ષ સ્થાને રથનું સ્વાગત કરાયું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૩
વંદે ગુજરાતનું રથ દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલ વિકાસ કાર્યોને તેમજ વિવિધ યોજનાઓ દ્વારા લોકોને માર્ગદર્શન આપી રહી છે જેથી ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી ગુજરાત સરકારની તેમજ ભારત સરકારની યોજનાઓ પહોંચી શકે અને લોકો તેનો લાભ લઈ શકે તેવા આશયથી ગુજરાત સરકારનું વંદે ગુજરાતનું રથ સમગ્ર ગુજરાતમાં ફરી માર્ગદર્શન આપી યોજનાકીય માહિતીથી માહિતગાર કરી રહી છે.
વંદે ગુજરાતનું રથ જ્યાં પણ પહોંચે ત્યાંના સ્થાનિક આગેવાનો, ત્યાંના ગ્રામજનો તેમજ ગવર્ન્મેન્ટ અધિકારીઓ દ્વારા રથનું સ્વાગત કંકુ તિલકથી કરાઈ રહ્યું છે, ગવર્ન્મેન્ટ અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારની યોજનાઓ વિશે લોકોને સમજાવવામાં આવે છે અને તેના લાભો ક્યાથી કેવી રીતે લેવા તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.જે લોકોએ ગુજરાત સરકારની યોજનાઓના લાભ લીધા હોય તેમને ત્યાં સન્માનિત કરી લોક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ લોક ભવાઈ રૂપે તેમજ નાટકીય પ્રોગ્રામો દ્વારા પણ લોકોને માહિતગાર કરવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે.
વંદે વિકાસ યાત્રાનો રથ ગામડી મુકામે આવતા ગામડી જિલ્લા પંચાયત સીટના વરિષ્ઠ આગેવાન બી.ડી.વાઘેલા ( નિવૃત્ત આઈપીએસ ઓફિસર )ના અધ્યક્ષ સ્થાને રથનું સ્વાગત કરાયું, આ અવસરે લોકોને વિવિધ યોજનાકીય લાભોની સહાય અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પાન્ડે , પશુપાલન અધિકારી ડૉ.ભાવિકા, ટી.પી.ઓ સોનલબેન, ખરાડી સાહેબ, ગામડી જિલ્લા પંચાયત સદસ્ય સુમનબેન ડામોર, પૂર્વ ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ મૂકેશ ડામોર, પૂર્વ ઝાલોદ મહામંત્રી સમુભાઈ નિસરતા ,ગામના સરપંચો , તાલુકા સદસ્યો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.