દાહોદ તાલુકાના પુસરી ગામે પ્રાથમીક શાળામાં ગૌરી વ્રત મહોત્સવની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩
ભારતીય સંસ્કૃતિ એટલે વ્રત,તપ અને તહેવારોથી ભરેલી સંસ્કૃતિ આજે પણ પૌરાણિક વ્રત અને ઉત્સવો એ જ ઊંડી શ્રધ્ધા અને ભક્તિથી ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં બાલિકાઓ અને કન્યાઓ માટે જ વિશેષરૂપે યોજાતા ગૌરી વ્રત ઉત્સવને જીવંત અને ધબકતો રાખવાના ઉમદા હેતુસર પુંસરી પ્રાથમિક શાળા તા. જિ. દાહોદ દ્વારા ગૌરી ર્વ્રત મહોત્સવની શરૂઆત ધોરણ ૬થી૮ ની વિદ્યાર્થીનીઓની મહેંદી સ્પર્ધા, કેશ-ગુંથન સ્પર્ધા થઈ જેમાં કુલ ૪૫ જેટલી વિદ્યાર્થીનીઓ એ ભાગ લઈ વાતાવરણને જીવંત બનાવી દીધું હતું સાથોસાથ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી આનંદિત પ્રવૃતિ શાળા સ્ટાફ ના સહયોગ થી વિદ્યાર્થીઓ માટેના સાચા અર્થમાં ભાર વગર નું ભણતરના વિષય ને સાર્થક કરતાં આનંદ ની અનુભૂતિ થઈ હતી. ૧૧ મી જુલાઇ ના રોજ વિશ્વ વસ્તી દીન ની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓને વસ્તી ની ગીચતા,સાક્ષરતા,જન્મદર,મૃત્યુ દર, વસ્તી નિયમન, તથા વસ્તી ગણતરી અને વધુ વસ્તી થવાના કારણે થતી સમસ્યા વિશેની જાણકારી શાળા ના શિક્ષક શ્રી સુરેશભાઈ રમેશભાઈ માળીના માર્ગદર્શનમાં રજૂઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!