ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામનો બનાવ : જમીન સંબંધી મામલે બે ભાઈઓ ઝઘડાતાં એક ભાઈએ ભાઈ – ભાભીને ફટકાર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે ગત તા.૦૮મી જુલાઈના રોજ મોટી મહુડી ફળિયામાં રહેતાં સિક્કાભાઈ હવસિંગભાઈ કલારા અને તેમની પત્નિ જેલાબેન સિક્કાભાઈ કલારા બંન્ને જણા તેમના ખેતરમાં મકાઈનું વાવેતર કરતાં હતાં અને તેમના બળદ તેમના ગામમાં રહેતાં પોતાના સગાભાઈ રૂપાભાઈ હવસિંગભાઈ કલારાના જમીનમાં ચલાવતાં હોઈ રૂપાભાઈએ સિક્કાભાઈને કહેલ કે, તમને આપણી હદ પાળીનો પથ્થર જાેવાતો નથી તો તમો મારી મારા ભાગની જમીનમાં બળદ ચલાવો છો, તેમ કહેતાં સિક્કાભાઈ તથા તેમની પત્નિ જેલાબેન એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાકડીઓ લઈ આવી લાકડી વડે લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુાનો માર મારી રૂપાભાઈ તથા જેમાબેનને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત રૂપાભાઈ હવસિંગભાઈ કલારાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.