દાહોદ જિલ્લામાં શી ટીમની પ્રશંસનીય કામગીરી : મહિલાઓને જાગૃત કરવા યોજાઇ રહ્યાં છે કાર્યક્રમો : ઝાલોદ ખાતે બીએમ ગર્લ્સ સ્કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૬૦૦ છાત્રાઓને માહિતગાર કરાઈ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૪

દાહોદ જિલ્લામાં મહિલાઓને જાગૃત કરવા, મહિલા સશક્તિકરણના ભાગરૂપે શી ટીમ એક ઝુંબેશ સાથે કામ કરી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાના માર્ગદર્શનમાં મહિલાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ શી ટીમ વિવિધ સ્થળે કાર્યક્રમો યોજીને મોટી સંખ્યામાં મહિલાઓને જાગૃત કરવાનું કામ કરી રહી છે.
પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાના તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ બાંગરવાના જરૂરી માર્ગદર્શન હેઠળ મહીલા પોલીસ સ્ટેશનમાં શી-ટીમની કામગીરી કરતા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એમ.કે.પટેલ તથા હેડ કોન્સ્ટેબલ સુશ્રી ઇતલીબેન, લોકરક્ષક સુશ્રી જસ્મિનીબેન સહિતની શી ટીમ દ્વારા જાહેર જગ્યા, બસ-સ્ટેશન ખાતે, અભ્યાસ, નોકરી અર્થે તેમજ અન્ય કામગીરી માટે મુસાફરી કરતી મહીલાઓની તથા ગૃહ ઉધોગનુ કામ કરતી મહિલાઓની મુલાકાત લઇને તેઓને જાહેર જગ્યા પર થતા સ્ત્રી- અત્યાચારને લગતા ગુન્હા જેવા કે છેડતી, શારીરિક-માનસીક ત્રાસ, કામકાજના સ્થળે થતુ જાતિય શોષણ, બ્લેકમેઇલ તથા બાળ-લગ્ન, સ્ત્રી-ભ્રુણહત્યા વગેરેની કાયદાકીય માહિતી આપવામાં આવે છે. શી ટીમ દ્વારા મહિલાઓને ગુડ ટચ, બેડ ટચ અંગે સમજ અપાઇ છે. મહિલાઓને ઘરેલું હિંસા સામે રક્ષણ અપાય છે.
તદ્દઉપરાંત રાતના સમયે જ્યારે મહિલા ઘરની બહાર હોય અને અસલામતી અનુભવે ત્યારે શી-ટીમ તેમને કઇ રીતે મદદરુપ થઇ શકે અને શી-ટીમનો સપર્ક કઈ રીતે કરવો તેનાથી માહિતગાર કરવામા આવે છે. આજુ-બાજુમાં અઇચ્છનિય બનાવ બનતો જણાય તો શી-ટીમનો સંપર્ક કરવા પણ માહિતી અપાઇ હતી. શી ટીમ દ્વારા સિનિયર સીટીઝનની સુરક્ષા માટે પણ કામગીરી કરવામાં આવે છે.
શી ટીમ દ્વારા ગત તા. ૧૨ ના રોજ ઝાલોદ ખાતે આવેલી બી.એમ. ગલ્સ સ્કુલમાં મહિલા પોલીસ સ્ટેશન અને ઝાલોદ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા ૬૦૦ થી વધુ છાત્રાઓને શી ટીમની કામગીરી અને શી ટીમ કઇ રીતે તેમને મદદરૂપ થઇ શકે તેમજ સંપર્ક કરઇ રીતે કરવો વગેરે સમજ અપાઇ હતી. શાળાની છાત્રાઓએ સમગ્ર કાર્યક્રમમાં રસપૂર્વક ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!