ઝાલોદ નગરના લીમડી મુકામે પોલિસ સ્ટાફ દ્વારા સુંદર કામગીરી જોવાઈ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૪
હાલ કન્યાઓનું ગૌરીવ્રત ( જયા પાર્વતી ) વ્રત ચાલી રહ્યા છે. કન્યાઓને સ્કૂલમાં અભ્યાસ કરવાનું જવાનું હોવાથી સ્કૂલ પણ ન બગડે અને પૂજા પણ થઈ જાય તે હેતુથી વહેલી પરોઢમાં સવારે મંદિરે પૂજા કરવા જાય છે, લીમડી સાઈ મંદીર જવા માટે રસ્તામાં હાઈવે ઓળંગી જવું પડતું હોવાથી કોઈ મોટી ઘટના કે જાનહાનીના થાય તે હેતુથી લીમડી પોલિસ દ્વારા હાઇવે રોડ પર બેરીકેટ લગાડવામાં આવેલ છે જેથી વાહનો સ્પીડમાં ના નીકળે અને કોઈ મોટી જાનહાની કે દુર્ઘટના ના સર્જાય તેમજ રસ્તો ઓળંગી જતી કન્યાઓને કોઈ તકલીફના પડે તે હેતુથી લીમડી પોલિસ દ્વારા ખુબજ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે તેની નોંધ લઈ લીમડી નગરજનો દ્વારા કામગીરીને બિરદાવવામાં આવેલ છે.