ઝાલોદ દરજી સમાજનો હેન્ડીકેપ વિદ્યાર્થી બ્રિજેશ દરજીએ વોલીબોલ ટુર્નામેન્ટમાં ડંકો વગાડ્યો
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૪
ઝાલોદ નગરના વ્હોરા બજારમાં રહેતા હેન્ડીકેપ બ્રિજેશ રાકેશભાઈ દરજી એન.સી.સી વોલીબોલ ટુર્નામેન્ટમાં તાલુકા કક્ષાએ દાહોદમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં વિજેતા અને જિલ્લા કક્ષાએ બરોડા અને અમદાવાદ ખાતે તેમજ પ્રદેશ કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ તા.1/7 થી 6/7 દરમ્યાન પોંડીચેરી ખાતે રમાઈ હતી જેમાં ઝાલોદના બ્રિજેશ રાકેશભાઈ દરજી સ્પેશિયલ ઓલિમ્પિક ભારત નેશનલ કોચિંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેનું હાલ પરીણામ આવ્યું નથી પરંતુ પરીણામ આવતા જ તેઓની પસંદગી નેશનલ ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં થસે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, આ રમાયેલ ટુર્નામેન્ટ હેન્ડીકેપ વિધાર્થીઓની જ છે અને બ્રિજેશ પણ હેન્ડીકેપ છે આમ પ્રદેશ કક્ષા સુધી પહોચેલા બ્રિજેશભાઈ દરજીએ ઝાલોદ દરજી સમાજનું ગૌરવ વધાર્યું છે.

