સંજેલી નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ટીમો બનાવી અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી : 1134 ઘરોમાં સર્વેની કામગીરી પૂર્ણ, 40 મકાનમાંથી ડેન્ગ્યુના પોરા મળ્યા ,સંજેલી આરોગ્યની 22 ટીમે નગરના ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૫
આરોગ્ય વિભાગ દ્વારા નગરમાં કરેલા સર્વે દરમિયાન તાવ, શરદી,ખાંસીના 6 દર્દીઓ મળ્યા .
સંજેલી તાલુકામાં મેઘ મહેર થતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવો મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. તાવ, શરદી, ખાંસીના 6 દર્દીઓ મળી આવ્યા હતાં. સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હિતેશ ચારેલના માર્ગદર્શન હેઠળ સરકારી આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલ સિંધવ સુપરવાઈઝર એસ સી સંગાડા દ્વારા સંજેલી તાલુકાની આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની 22 જેટલી ટીમો બનાવી હતી. સંજેલી નગરમાં વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સીઝનમાં પ્રથમ મુશળધાર વરસાદ પડતાં પાણીનો ભરાવો થયો હતો. પાણી જન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ગંભીર રોગો ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંજેલી નગરમાં વિવિધ વિસ્તારોમાં ફરી અને 1134 જેટલા મકાનોમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. 40 જેટલા મકાનોમાંથી પોરા મળી આવ્યાં હતાં. જેમાં તાવ, માથા શરદી, ખાંસીના 6 જેટલા દર્દીઓ મળી આવતા તેમને સારવાર કરી અને લોહીના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં સાથે સાથે પાંચ લાખના આયુષ્યમાન ભારત કાર્ડ વિશે પણ આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ અને માહિતી આપી હતી.