ઝાલોદ નગરમાં અજાણી સ્ત્રી દ્વારા ભ્રૂણને ખુલ્લા પ્લોટમાં ફેંકી દેવાયું: નગરમાં ચર્ચાનો વિષય
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૫
ઝાલોદ નગરના પોલિસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને માહિતી મળી હતી કે ઝાલોદ તાલુકા પંચાયત નજીક આવેલ મહિપ હોસ્પિટલની બાજુમાં આવેલ મેડિકલ સ્ટોરને અડીને આવેલી ખુલ્લી અવાવરુ જગ્યામાં એક તાજું જન્મેલું ભ્રૂણ આસરે પાંચેક આશરાનું ભ્રૂણ મૃત હાલતમાં પડેલું જોવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવે છે કે કોઈ અજાણી સ્ત્રી દ્વારા બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે ગુપ્ત રીતે નિકાલ કરી નાસી ગયેલ છે. આ અંગે અજાણી યુવતી વિરુદ્ધ પોલીસ દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.

