ચાર દિવસ પૂર્વે જન્મેલા નવજાત શિશુને ૧૦૮ મારફતે અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો : દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ૧૦ દિવસ પૂર્વે મુકાયેલા ઈન્ક્યુબેટર મશીન નવજાત શિશુ માટે બન્યો દેવદૂત
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૫
દાહોદમાં અધૂરા માસે જન્મેલા ચાર દિવસના નવજાત શિશુને વધુ સારવાર માટે દાહોદ લોકેશનની ઇમરજન્સી ૧૦૮ એમ્બયુલેસમાં બેબી ઇન્ક્યુબેટર મશીનની મદદથી અમદાવાદ રીફર કરવામાં આવ્યું હતું.
સાયન્સ હવે ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આજના આધુનિક યુગમાં સારવારની અધતન ટેકનોલોજીનો પણ વિકાસ થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ ઝડપી અને સુવિધાયુક્ત સારવાર થકી લોકોને નવજીવન મળી રહ્યો છે તેઓ જ એક કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. જેમાં દાહોદની રાધાબેન ચેતનભાઈ ભાભોરે અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો જે બાદ તેને હાર્ટ અને શ્વાસોશ્વાસની બીમારી જણતા નવજાત બાળકને કાચની પેટીમાં કોઈ ફરજ પડી હતી તેમજ ચાર દિવસ બાદ આ નવજાત બાળકને બધું સારવારની વધુ સારવાર અર્થે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં મોકલવા માટેની જરૂર જણાઈ હતી જે બાદ આ બાળકને સુરક્ષિત દાહોદ થી ૨૫૦ કિલોમીટર દૂર અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં મોકલવા માટેની તૈયારીઓ કરવામાં આવી અને હાલમાં જ એક અઠવાડિયા પહેલા જ ઈમરજન્સી ૧૦૮ દ્વારા દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં મૂકવામાં આવેલા ઈન્ક્યુબેટર મશીનની મદદથી મોકલવા માટે અંતિમ ર્નિણય કરાયો હતો જે બાદ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના ઈ.એમ.ટી. સુશીલાબેન પટેલીયા તેમજ પાઇલોટ બકુલભાઈ પટેલ દ્વારા આ નવજાત બાળકને અમદાવાદ ખાતેના યુએન મેહતા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

