સીંગવડના કટારાની પાલ્લી ગામે બે ગ્રામ રોજગાર સેવકોને ફટકાર્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે મનરેગા યોજના અંતર્ગત બનેલ સ્ટોન બંધુનું માપ લેવા ગયેલ ગ્રામ રોજગારના બે સેવકોને ત્રણ જેટલા ઈસમોએ રાજ્ય સેવકની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી, લાપટો ઝાપટો મારી, મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૩મી જુલાઈના રોજ સીંગવડ તાલુકામાં ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતાં અક્ષયકુમાર રાજેન્દ્ર પ્રસાદ ત્રિપાઠી અને તેમની સાથે પ્રેમનાથ દીનેશભાઈ પ્રજાપતિ બંન્ને જણા કટારાની પાલ્લી ગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત બનેલ સ્ટોન બંધુ માપ લેવા ગયાં હતાં તે સમયે ત્યાં ગામમાં રહેતાં લાલાભાઈ લીબાભાઈ હઠીલા, દલાભાઈ મડીયાભાઈ હઠીલા અને મયુરભાઈ મડીયાભાઈ હઠીલાનાઓ ત્યાં આવ્યાં હતાં અને અક્ષયકુમાર અને પ્રેમનાથભાઈને કહેલ કે, સાહેબ અમારા બીલ ક્યારે પાસ થઈ જશે ત્યારે અક્ષયકુમારે કહેલ કે, તમે કામ પુરૂ કરો એટલે બીલોમાં સહી કરી આપીશુ, તેમ કહેતાં ઉપરોક્ત ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને અક્ષયકુમાર અને પ્રેમનાથભાઈને લાપટો, ઝાપટો મારી, બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકી આપી હતી અને તેઓની રાજ્ય સેવકની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરતાં આ સંબંધે અક્ષયકુમાર રાજેન્દ્ર પ્રસાદ ત્રિપાઠીએ સીંગવડ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: