ઝાલોદ નગરમાં ગૌરીવ્રતનું સમાપનના દિવસે જવારાઓનું વિસર્જન કરાયું કરવામાં આવ્યું

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૬

 ગૌરીવ્રતના પાંચ દિવસ સુધી કુમારીકાઓ અલુણાવ્રત રાખે છે અને સારો પતિ મળે તે માટે શિવજીની પુજા - આરાધના કરે છે. સતત પાંચ દિવસ સુધી શિવાલયોમાં શિવજીની પૂજા - અર્ચના માટે કુંવારીકાઓની ભારે ભીડ પણ જાેવા મળતી હતી. અષાઢ સુદ ૧રથી ગોૈરીવર્તની પ્રારંભ થયો હતો. શિવપુજન માટે શહેરના શિવાયલોમાં સવારે કુમારીકાઓની ભારે ભીડ જાેવા મળતી હતી. 

ઝાલોદમાં કુંવારીકાઓના ગોેરીવ્રતનો આરંભ થતા વહેલી સવારે કુવારીકાઓ પોતાના ઘરે વાવેલા જવારાની પુજા કર્યા બાદ શિવજીના મંદીરે પુજા કરવા જતી હોવાના કારણે આજે ગોરીવ્રતનો અંતિમ દિવસે શહેરના શિવાલયોમાં શિવજીની પુજા – અર્ચના માટે કુવારીકાઓની ભારે ભીડ જામી હતી અને કુમારીકાઓએ શ્રધ્ધાપુર્વક શિવજીની પુજા અર્ચના કરી હતી. ગોૈરીવ્રતના પાંચ દિવસના અલુણા વ્રત હોવાથી કુવારીકાઓ દિવસ દરમ્યાન સુકા – લીલા ફળફળાદી વગેરે ખાય છે. હાલ તો મોંઘવારીએ માઝા મુકતા ડ્રાયફુટના ભાવ આસમાને પહોંચતા મધ્યમવર્ગના કુવારીકાઓ માટે આ ઉપવાસ પણ મોંઘા પડી રહ્યા છે તેમ છતા માવતર પેટે પાટા બાંધીને પણ પોતાની વ્હાલ સોઈ દિકરીઓને ગોૈરીવ્રત કરાવી શિવજીની કૃપા મેળવે છે ત્યારે આજે ગૌરીવ્રતનો અંતિમ દિવસ હોઈ અને જાગરણ વાળા દિવસે કુંવારીકાઓ આખી રાત જાગરણ કર્યું અને આજે પોતાના જવારાઓનું જળાશયો ખાતે પુજા અર્ચના કરી વિરસર્જન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: