ઝાલોદ વિશ્વકર્મા પંચાલ મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા ઈલોડગઢ ખાતે ધ્વજા ચઢાવવામાં આવી : ઝાલોદ પંચાલ સમાજ મહિલા સમાજ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વિશ્વકર્મા મંદિરે પાંચ ધ્વજા ચઢાવવાનો સંકલ્પ લીધેલ છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૬
આજરોજ અષાઢ વદ ત્રીજ તારીખ 16-7-2022ને શનિવારના રોજ ઝાલોદ વિશ્વકર્મા સમાજની મહિલાઓ દ્વારા ઈલોડગઢ મુકામે વિશ્વકર્મા મંદિરે ધ્વજા ચઢાવવા ગયેલ હતા, વિશ્વકર્મા પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા પાંચ વિશ્વકર્મા મંદિરે પાંચ ધ્વજા ચઢાવવાનો સંકલ્પ લીધેલ હતો. તે અન્વયે પહેલી ધ્વજા ઝાલોદ વિશ્વકર્મા મંદિરે,બીજી ધ્વજા સંજેલી વિશ્વકર્મા મંદિરે અને આજ રોજ ત્રીજી ધ્વજા ઈલોડગડઢ ખાતે ચઢાવવા માટે સૌ પંચાલ સમાજના આગેવાનો ઝાલોદ વિશ્વકર્મા મંદિરેથી પૂજા અર્ચન તેમજ આરતી કરી એક ગાડીમાં ભજન કીર્તન કરતાં ઈલોડગઢ જવા નીકળ્યા હતા. પ્રકૃતિના ખોળે આવેલ ઈલોડગઢનું વિશ્વકર્મા મંદીર ખૂબ જ નયન રમ્ય લાગતું હતું, ઈલોડગઢ મુકામે પહોંચી વિશ્વકર્મા ભગવાનના દર્શન કરી દરેક ભક્તો ધન્ય બની ગયા હતા, ઈલોડગઢ વિશ્વકર્મા મંદિરે પૂજા અર્ચન કરી જય વિશ્વકર્માના નાદ સાથે ધ્વજા ચઢાવવામાં આવી, આ પ્રસંગે
શ્રી વિશ્વકર્મા પંચાલ મહિલા વિકાસ ટ્રસ્ટ ઝાલોદ ના પ્રમુખ ભાનુબેન પંચાલ ઉપપ્રમુખ નિલેશ્વરી બેન પંચાલ મંત્રી જયશ્રીબેન એચ પંચાલ ખજાનચી જયશ્રીબેન પંચાલ મંડળના કારોબારી સભ્યો તથા તથા મંડળ ની અન્ય બહેનો તેમજ ઝાલોદના શ્રી વિશ્વકર્મા મંદિર સમિતિના મંત્રી અનિલભાઈ પંચાલ તથા અન્ય સભ્યો તેમજ જિલ્લાના અન્ય ગામમાંથી પણ જોડાયેલ પંચાલ સમાજની બહેનો સાથે જોડાયેલ ભાઈઓ અને બહેનોના સહયોગથી આજનું કાર્ય સંપન્ન થયેલ હતું.