દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં 19 વર્ષીય યુવતીને નોકરી અપાવાના બહાને બિભિત્સ માંગણી કરતો ઈસમ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.17
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં એક ઈસમ દ્વારા એક 19 વર્ષીય યુવતીને નોકરી અપાવવાના બહાને બિભિત્સ માંગણીઓ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
દેવગઢ બારીયા નગરમાં મિત્રમિલન સોસાયટી રાજ મહેલ રોડ ખાતે રહેતો સચિન વિભાગકર બક્ષી દ્વારા દેવગઢબારિયા તાલુકામાં રહેતી એક 19 વર્ષીય યુવતીને મોબાઈલ ફોન કરી મોબાઈલ ફોન ઉપર નોકરી અપાવવાના બહાને ગત તારીખ 16 મી જુલાઈના રોજ સારીરીક, જાતીય બિભિત્સ, માંગણીઓ કરતા આ સંબંધે યુવતી દ્વારા દેવગઢબારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.