લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે બોલેરો ગાડીની અડફેટે એકનું મોત
દાહોદ તા.૦૧
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે એક બોલેરો ગાડીના ચાલકની ભુલના કારણે બોલેરો ગાડીનું એક્સીલેટર દબાણી જતાં વાહન આગળ ચાલી જતાં રસ્તાની સાઈડમા ઉભા રહી લઘુશંકા કરી રહેલ એક વ્યÂક્ત ઉપર ગાડીનું ટાયર ચઢી જતાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના નાના ઘાંચીવાડા વિસ્તારમાં રહેતા અલ્તાફભાઈ વલીભાઈ પટેલ ગતરોજ લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે કોઈ કામ અર્થે ગયા હતા જ્યા રસ્તાની સાઈડમાં ઉભા રહી તેઓ લઘુશંકા કરી રહ્યા હતા તે સમયે બાજુમાં ઉભેલ એક બોલેરો ગાડીના ચાલકની ભુલના કારણે ગાડીના એક્સીલેટર પર પગ મુકાઈ જતાં ગાડી આગળ ધપી જતાં લઘુશંકા કરી રહેલ અલ્તાફભાઈ વલીભાઈ પટેલના માથાના ભાગે તેમજ શરીરે બોલેરો ગાડીનુ વ્હીલર ફરી વળતા તેઓને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાર અલ્તાફભાઈ વલીભાઈ પટેલનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે દાહોદ શહેરના જુની કોર્ટ રોડ, નાના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અવેશભાઈ ગફારભાઈ બજારીયાએ લીમખેડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
