ગરબાડા તાલુકાના માતવા ગામે સ્મશાનમાં વિધી કરવા મામલે થયેલ ઝઘડામાં ચાર જણાને ફટકાર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામે સ્મશાનમાં વિધી કરવા મામલે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડામાં ભારે ધિંગાણું મચાવતાં ચાર જણાને શરીરે ઈજાઓ થયાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના માતવા ગામે નવી વસાહત વિસ્તારમાં રહેતાં રમણભાઈ તેજીયાભાઈ હઠીલાએ નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૩મી જુલાઈના રોજ રમણભાઈના ભત્રીજાની વહુ બીમાર હોઈ અને તેણીની વિધી કરવા સારૂં રમણભાઈ તથા તેમની સાથે અન્ય માણસો ગામમાં આવેલ સ્મશાનમાં ગયાં હતાં તે સમયે ત્યાં ગામમાં રહેતાં ગુલાબભાઈ રતનાભાઈ હઠીલા, દિનેશભાઈ રતનાભાઈ હઠીલા, રાકેશભાઈ ગુલાબભાઈ હઠીલા અને રામલાભાઈ વાલાભાઈ હઠીલાનાઓ ત્યાં આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો અમારા સ્મશાનમાં કેમ આવ્યાં છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી જશુભાઈ કેશુભાઈને અને જશુભાઈ વિરસીંગભાઈ હજારીયાને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે રમણભાઈ તેજીયાભાઈ હઠીલાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

