દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે છકડાની અડફેટે ૮ વર્ષીય બાળાનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે એક છકડાના ચાલકે એક ૦૮ વર્ષીય બાળાને ટક્કર મારતાં બાળાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં બાળાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૪મી જુલાઈના રોજ એક છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો ઢઢેલા ગામે પુરઝડપેલ અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ઢઢેલા ગામે સ્ટેશન ફળિયામાં રહેતી ૮ વર્ષીય બાળા કલાવતીબેનને જાેશભેર ટક્કર મારી અડફેટમાં લેતાં કલાવતીબેનને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

