ઝાલોદ તાલુકાના કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના નેતા દ્વારા અપાયેલ ધમકી અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૮
ઝાલોદ તાલુકા ભાજપના મહામંત્રી વિનેશભુરિયા દદ્ધારા ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજના ના કોન્ટ્રાક્ટરને સરપંચ મારા વિરોધી અને કોંગ્રેસના છે માટે તુ સરપંચ કહે ત્યાં કામ કરિશ નહી ,નહિતો મારે નલ સે જલ યોજનાના મિનીસ્ટરને અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરને જાણ કરવી પડશે,તુ બી.ડી.વાઘેલા આઇ.જી.ને ઓળખે છે? આ મારો વિસ્તાર છે અને આ યોજનામાં સરપંચ નો કોઇ રોલ નથી આ યોજના ભાજપ સરકારની છે માટે ભાજપ વાળા કહે ત્યાં જ કામ કરવાનુ તમે મારા માણસ દિલિપભાઇનો સંપર્ક કરીને તે જે જગ્યા બતાવે ત્યાં કામ કરો નહી તો હું તાલુકા જિલ્લા અને રાજ્ય માંથી બિલ અટકાવી દઇશ.તુ મારી સામે ટકી શકિશ નહિ,અને એન્જિનિયર સોલંકીને ફોન કર્યો પણ ફોન ઉપાડતો નથી હું તેના પણ તારા ઉઘાડી દઇશ કહી રાજ્યપાલશ્રી અને રાષ્ટ્રપતિ ની જેમ સરપંચ પદ પણ બિન રાજકીય હોવા છતાં સરપંચને અમારો વિરોધી અને કોંગ્રેસનો કહી સતાના નશામાં ધમકી ભરી વાતો કરતા ઝાલોદ તાલુકા ભાજપના મહામંત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહિતો આવનાર સમયમાં દાહોદ જિલ્લાના સરપંચો અને જાહેર જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દદ્ધારા ચિમકી ઉચ્ચારવા સાથે જિલ્લા કલેક્ટર શ્રી દાહોદ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.
જે કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હષઁદભાઇ નિનામા,દાહોદ જિલ્લા યુથ પ્રમુખ સંજયભાઇ નિનામા,ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી ,ઝાલોદ માજી ધારાસભ્ય મિતેશભાઇ ગરાસિયા સહિત અનેક કાર્યકર્તા ઓ અને સરપંચશ્રી ઓ ઉપસ્થિત રહયા હતા.