ફતેપુરા તાલુકાના જતનના મુવાડા ગામે એક પ્રાથમીક શાળામાં તસ્કરોનો હાથફેરો : રૂ.૫૭૦૦ની મત્તા ચોરી ફરાર
દાહોદ તા.૦૧
ફતેપુરા તાલુકાના જતનના મુવાડા ગામે આવેલ એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ રાત્રીના સમયે હાથફેરો કરી આચાર્યની રૂમની તાળુ તોડી અંદરથી સીલીંગ ફેન, કોમ્પ્યુટરનું મોનીટર, રાંધણ ગેસનો બોટલ વિગેરે મળી કુલ રૂ.૫૭૦૦ ની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના જતનના મુવાડા ગામે આવેલ એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ આચાર્યની ઓફસને નિશાન બનાવી ઓફિસમાં લાગેલ સીલીંગ ફેન નંગ.૧, કોમ્પ્યુટર મોનીટર નંગ.૧, રાંધણ ગેસની બોટલ નંગ.૨, ગેસની સગડી નંગ.૧ એમ કુલ મળી રૂ.૫૭૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે ફતેપુરા તાલુકાના બાવાની હથોડી ગામે રહેતા ભરતભાઈ ખેમાભાઈ પટેલે ફતેપુરા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.