ડુંગરાળ જંગલ વિસ્તારની નજીક જ રહેતા લોકો પોતાના પશુઓને જંગલ વિસ્તારમાં ચરાવવા ગયા હતા તે સમયે ઘટના બની : સંજેલી તાલુકાના ઈટાડી ગામે જંગલ વિસ્તારમાં દીપડાએ બકરાઓનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૧૯
ગોવાળો પોતાના ૭૦ જેટલા બકરી સહિતના પશુઓને ડુંગર જંગલ વિસ્તારમાં ચરાવવા માટે લઈ ગયા હતા તે સમયે અચાનક જ દીપડાએ બકરાઓ પર હુમલો કરતા બકરાઓ ભાગ્યા હતા તેમજ ત્રણથી ચાર બકરાઓ ઝપેટમાં આવતા દીપડાએ કર્યું હતું મારણ.
પ્રાપ્ત માહિતી મુજબ સંજેલી તાલુકાના ઈટાડી ડુંગરાળ જંગલ વિસ્તારમાં નજીકમાં જ રહેતા લોકો પોતાના બકરી સહિતના પશુઓને ચરાવવા માટે ડુંગરના ઉપર ભાગ માં ગયા હતા ત્યારે અચાનક જ ત્યાં દીપડો આવી ચડતા દીપડાએ બકરાઓ પર હુમલો કર્યો હતો ત્રણથી ચાર બકરાઓ પર હુમલો કર્યો હતો જેમાં ત્રણ જેટલા બકરાઓનું તેને મરણ કરી નાખ્યું હતું અને તે ખેંચી ગયો હતો ત્યારે એક બકરૂં ઈજા પામેલી હાલતમાં અન્ય બકરાઓ સાથે દીપડાને જાેઈને ભાગ્યા હતા અને બચ્યા હતા ત્યારે આ દ્રશ્ય ત્યાં ગયેલા ગોવાળો સહિત ના લોકો એ જાેયું હતું અને તે પણ એક ક્ષણ માટે તો ગભરાઈ ગયા હતા અને ભાગ્યા હતા . ડુંગરના જંગલથી નીચે ઉતરી અને આસપાસમાં લોકોને જાણ કરી હતી કે દીપડો આવ્યો છે દીપડો આવ્યો છે તેમ જ બકરાઓનું કર્યું છે મારણ ત્યારે સ્થાનિક વિસ્તારના લોકો પણ આ હકીકત સાંભળી અને ગભરાયા હતા તેમજ સ્થળ ઉપર ફરી જાેતા ત્યાં દીપડો બકરાવોને ખેંચી ગયો હોવાનું સ્થાનિક લોકોને જાણવા મળ્યું હતું બનાવ સંદર્ભે વિસ્તારમાં વાત ફેલાતા લોકોમાં ડર ભય જાેવા મળ્યો હતો અને લોકો રાત્રે પણ દીપડો જંગલમાં હોવાનું જાણી અને ડરી ડરી અને રહ્યા હતા ત્યારે આ બનાવ સંદર્ભે સ્થાનિક ગ્રામજનોની દીપડાના બકરાઓ ને મારણ કરવાની ઘટના બાબતે ગ્રામજનો દ્વારા દીપડા દ્વારા હુમલાથી બકરાનું
મારણ કરાતા વળતર મળે અને પાંજરું મૂકી દીપડાને રેકિયુ કરવામાં આવે તેવી ગ્રામજનો સહિત સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.

