સંજેલી પીછોડા ખાતે નાળ ફળીયા વર્ગ પ્રા.શાળા ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૯
સંજેલી તાલુકા પીછોડા ખાતે આવેલ નાળ ફળીયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રા.શાળામાં શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બારીઆ હેમસિંગભાઈ તેરાભાઈની કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં એસ.એમ.સી.ના અધ્યક્ષ અને સભ્યો હાજર રહયા હતા. ગામની પિછોડા મુખ્ય પ્રા.શા.આચાર્ય રાવત ચંદુભાઈ અને ભીંત ફળીયા પ્રા.શાળાના આચાર્ય રાવત દિલીપભાઈ અને મા. અને ઉ.મા. શાળાના આચાર્યબેન બારીઆ સુમિત્રાબેન હાજર રહયા હતા.શાળાના મુખ્ય શિક્ષક કામોળ જગદીશકુમારએ આમંત્રીત મહેમાનોનું સ્વાગત કર્યું હતુ. જ્યારે શાળાના સિનિયર શિક્ષક બારીઆ મોહનભાઇએ શાળાની શાળાની સ્થાપનાથી અત્યાર સુધી શાળાએ કરેલ પ્રગતિ વિશેની માહિતી આપી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહીત બાળકો હાજર રહ્યાં હતાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આસિસ્ટન્ટ શિક્ષક તડવી મોહનભાઈએ કર્યું હતું.

