ઝાલોદ તાલુકાના કારઠ પ્રાથમિક શાળા ખાતે સંસદ ચુંટણી યોજાઈ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૯

કારઠ બાળ સંસદ ચુંટણી 2022…વિદ્યાર્થીઓ ચુંટણી પ્રક્રિયાથી વાકેફ થાય, તેમનામાં નેતૃત્વના ગુણો વિકસે તેઓ વિવિધ નિર્ણયો જાતે લેતા થાય અને વિવિધ જવાબદારીઓ જવાબદારીપૂર્વક નિભાવે તે હેતુસર કારઠ બાળ સંસદ 2022 નું આયોજન કરવામાં આવ્યું. શાળા મહામંત્રી અને વર્ગ મોનીટરની અલગ અલગ ઇવીએમ દ્વારા એક સાથે ચુંટણી યોજવામાં આવી. ચુંટણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેના મુજબ ઉમેદવારે ફોર્મ ભરવા, પરત ખેંચવા અને પ્રચાર માટેનો સમય મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદમાં કુલ ત્રણ ઉમેદવારો બિન હરીફ ચુંટાયા હતા જેમાં એક ઉમેદવાર અન્ય ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થતાં બિન હરીફ જાહેર થયા હતા. ત્રણથી આઠના કુલ 294 મતદારોમાંથી 198 જેટલા મતદારોએ મત આપ્યા એટલે કે 67 ટકા જેટલું મતદાન થયું હતું.
શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થી જયેશભાઈ સલાણીયા બહુમતીથી શાળા મહામંત્રી તરીકે ચુંટાયા હતા..

જ્યારે ધોરણ ત્રણમાં નૈયા યુગવિરભાઈ
4 અ માં રાઠોડ સપનાબેન
5 અ માં જાંગીડ ભૂવનેશભાઈ
6 માં નિનામા વિધીબેન
7 અ માં જાટવા સતીશભાઈ
7 બ માં લબાના અનિરુદ્ધભાઈ
8 અ માં લબાના તૃષ્ણાબેન
8 બ માં પ્રજાપતિ સાગરકુમાર બહુમતીથી ચુંટાયા હતા.
શાળા પરિવાર તમામને શુભેચ્છાઓ પાઠવે છે…

બાળ સંસદ ચુંટણીમાં પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે ઝાડ હાર્દ પોલિંગ ઓફિસર તરીકે લબાના પ્રિયાંશી, નિનામા રોહિત વગેરે એ ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.. ચુંટણી વ્યવસ્થા જાળવવામાં ભવ્ય લબાના, જયદીપ ભાભોર વગેરે એ ખૂબ સારો એવો સહયોગ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!