ડીડીઓ સુશ્રી નેહાકુમારીએ સરકારી યોજનોઓનો ગામમાં પ્રસાર કરવા માટે કામ કરતા ગ્રામજનોનું કર્યું સન્માન
દાહોદ તા.૨૧
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ ગત રોજ આનંદી સંસ્થા સાથે જોડાયેલા ગ્રામસભાના સભ્યો અને ગ્રામજનોને પોતાના ગામમાં સરકારી યોજનાઓને સારી રીતે પ્રસાર કરવા, યોજનાઓને જનજન સુધી પહોંચતા કરવા કરેલા પ્રયાસો માટે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું.
જિલ્લામાં ગ્રામ્યસ્તરે વંચિતોના વિકાસ માટે કામ કરતી આનંદી સંસ્થા સાથે જોડાયેલા ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમણે કોરોના સમયે કરેલી કામગીરીને વર્ણવી હતી અને તેમણે પહેલ કરી કોરોના વેક્સિન લેવાથી પ્રેરિત થઇને ગામના અન્ય લોકો પણ વેક્સિન લેવા પ્રેરિત થયા હતા તેમ જણાવ્યું હતું. તેમણે ગામમાં વિવિધ સરકારી યોજનાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા કરેલી જહેમતની વાત કરી હતી તેમજ તેમા પડી રહેલી મૂશ્કેલીઓની વાત પણ જણાવી હતી.
સુશ્રી નેહા કુમારીએ આનંદી સંસ્થા સાથે જોડાઇને કામ કરી રહેલા ગ્રામસભાના સભ્યો તેમજ ગ્રામજનોનું સ્થાનિક સ્તરે સરસ કામગીરી માટે પ્રશંસા કરી હતી અને સરકારી યોજનાઓને લાગુ કરવામાં પડી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા પણ જણાવ્યું હતું. ગ્રામ્યસ્તરે મહિલાઓ દ્વારા કરાઇ રહેલી કામગીરી ઉદાહરણીય છે તેમ જણાવ્યું હતું તેમજ ગ્રામ્ય સ્તરે સારી રીતે યોજનોઓ લાગુ કરવા માટે લોકજાગૃતિ અનિવાર્ય હોવાનું જણાવી સેવાભાવી સંસ્થાઓની ભૂમિકા મહત્વનું હોવાનું જણાવી આનંદી સંસ્થા દ્વારા કરાઇ રહેલી કામગીરીને બિરદાવી હતી.