ઝાલોદ તાલુકાના સરપંચો દ્વારા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેનને આવેદનપત્ર આપવામાં આવ્યું : યોજના અધિકારી, સહ તાલુકા વિકાસ અધિકારી તથા ઈજનેર તાલુકા પંચાયત ઝાલોદની કાયમી જગ્યા ભરવા અંગે આવેદન અપાયું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
ઝાલોદ તાલુકાના સરપંચો દ્વારા એક આવેદનપત્ર દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેનને આપવામાં આવ્યું ,આવેદન પત્ર મુજબ છેલ્લા છ મહિનાથી યોજના અધિકારી, સહ તાલુકા વિકાસ અધિકારી તથા ઈજનેર તાલુકા પંચાયત માટેની કાયમી જગ્યા ભરવામાં આવે જેથી વિકાસના કામોને તેજી મળે. છેલ્લા છ મહિનાથી કોઈ પણ અધિકારીને કાયમી ચાર્જ મળેલ નથી, વારે ઘડી ચાર્જ બદલાતા વહીવટી કામોમાં અંગવડતા પડી રહેલ છે તેમજ યોજનાકીય લાભ મેળવવા માટે પણ તકલીફ પડે છે, જો કાયમી ભરતી થાય તો જ લાભાર્થીઓ તેમજ ગ્રામ પંચાયતના કામોને વેગ મળે તેમ છે તેથી આ અંગે ઝડપી કામગીરી કરવામાં આવે તેવી સરપંચોની વિનંતી છે.
સરપંચો દ્વારા કામગીરીમાં વેગ મળે તે હેતુ થી અન્ય માંગણીઓ ની પણ માંગ કરેલ છે અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન દ્વારા આ અંગે જલ્દી નિર્ણય લઈ કામગીરી કરાશે તેવી સાંત્વના સરપંચોને આપેલ હતી.