ઝાલોદ કુમારશાળા ખાતે દીપિકાબેનના જન્મ ઉત્સવ નિમિત્તે બાળકોને તિથિ ભોજન કરાવડાયું : કિશોરભાઈ રાઠોડ, અનિતાબેન, ઉમંગભાઈ, દીપિકાબેનના પરિજનો દ્વારા બાળકોને તિથિ ભોજન કરાવડાવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૧
ઝાલોદ કુમારશાળા ખાતે 21-07-2022 ના રોજ કિશોરસિંહ રાઠોડ તેમની ધર્મ પત્ની અનિતાબેન, પુત્ર ઉમંગ તેમજ પુત્રવધુ દોપીકાબેન દ્વારા પુત્રવધુના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી, પુત્રવધુ દિપીકા બેનના જન્મદિવસ નિમિત્તે તેઓ દ્વારા કુમારશાળા ખાતે જઇ ત્યાં બાળકો સાથે તેમજ સ્કૂલ સ્ટાફને સાથે રાખી ત્યાં કેક કાપી બાળકોને ખવડાવવા આવી તેમજ શાળામાં ૨૨૫ બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું.
કુમારશાળાના આચાર્ય આશીષભાઈ દ્વારા આવેલ રાઠોડ પરિવારનું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત દરેક મહેમાનોનું પણ પુષ્પ ગુચ્છથી સ્વાગત કરાયું હતું, કુમાર શાળાના બાળકો દ્વારા પણ જન્મદિવસનું ગીત ગાઈ સ્વાગત કરાયું હતું,છેલ્લે આચાર્ય આશીષભાઈ, સી.આર.સી કો.ઓ સાહેબ શાળામાં શિક્ષકો તેમજ બાળકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને દાતર દ્વારા કરવામાં આવેલ સેવા માટે આદરભાવ વ્યક્ત કર્યો હતો.

