વિકાસના કામોમાં મુશ્કેલીઓને લઈ ઝાલોદ તાલુકાના સરપંચોએ આવેદન આપ્યું : તાલુકા પંચાયતમાં યોગ્ય કામકાજ માટે વ્યવસ્થા અધૂરી હોવાની સરપંચોની રજૂઆત

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૧

ઝાલોદ તાલુકા સમગ્ર દાહોદ જિલ્લામાં વિસ્તાર અને સૌ થી વધુ ગ્રામ પંચાયત ધરાવતો તાલુકો છે. આ તાલુકા પંચાયતમાં હાલમાં ૧૦૫ ગ્રામ પંચાયતો કાર્યરત છે. ત્યારે તમામ ગામડાઓના છેવાડાના વિસ્તારમાં વિકાસ માટે અપૂરતા વહીવટી તંત્રના કારણે ગામડાઓનો વિકાસની ગતિ અટવાયેલી જોવા મળી રહી છે. તેને લઈ ઝાલોદ તાલુકાના તમામ સરપંચો બુધવારે બોપોરના  તાલુકા પંચાયતના સભા ખંડમાં મળી દરેક વિસ્તારની સમસ્યા મુજબ વિકાસના કામોને વેગ મળે તે માટેની માગણી કરતું આવેદન નાયબ તાલુકા વિકાસ અધિકારીને આપ્યું હતું.

સરપંચોની મુખ્ય માંગ હતી કે વિસ્તાર અને ગ્રામ પંચાયતોનો ઝડપી વહીવટ માટે ફિક્સ યોજના સહ  તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવે. તેમજ ઇજનેર અને ટેકનિકલ સ્ટાફ ડબ્બલ કરી રેગ્યુલર હાફ ડે કચેરીમાં ફાળવી હાજર રહી બાપોર પછી ફિલ્ડમાં જાય.તેમજ બિલ બનાવવાના ફિક્સ ફોર્મ્યુલા નક્કી કરી બિલો ઝડપથી પાસ થાય અને નાણાં પાંચ સહિત અન્ય યોજનાઓ ના વર્ક ઓર્ડર ઝડપી બને તેમજ બાંધકામ શાખામાં ૧૦ જેટલા લાભાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા કરવી,સમગ્ર કચેરીની સ્વચ્છતા સાથે  ગ્રાઉંડ ફ્લોર માં પીવાના પાણીની સુવિધા .વરસાદી પાણીનો નિકાલ અને દરેક ગ્રામ પંચાયત પ્રમાણે દસ્તાવેજી રેકર્ડની જાળવણી માટે લોકર્સની સુવિધા જેવી વિવિધ માંગણી કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!