ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી સંગઠનની મીટીંગ યોજવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૧
ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા આવનાર વિધાનસભાની ચુંટણી ઓને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરના આદેશ અનુસાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હષઁદભાઇ નિનામાની સુચના અનુસાર કાર્યકર્તા ઓને સોપવા માં આવેલ કોંગ્રેસ પક્ષના સંગઠન અને અન્ય કામગીરી બાબતે ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મુકેશભાઇ એસ.ડાંગી ની અધ્યક્ષતામાં રિવ્યૂ મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં ઝાલોદ તાલુકા કોંગ્રેસના તમામ જિલ્લા પંચાયત સિટના પ્રભારીઓ અને સંયોજકશ્રીઓ તેમજ તાલુકા પંચાયત સિટના સંયોજકો ને સોપવામાં આવેલ કામગીરી બાબતે ચર્ચા કરી બાકી રહેલ કામગીરી સત્વરે પુરિ કરિ ઝાલોદ વિધાનસભાના તમામ બુથોમાં ઘર દિઠ કાર્યકર્તા ઓને મુલાકાત લઇ ઝાલોદ વિધાનસભાનાં જંગી બહુમતી થી કોંગ્રેસ પક્ષનો ત્રીરંગો લહેરાવવા હાકલ કરવામાં આવી હતી.જે રિવ્યૂ મીટીંગમાં ઝાલોદ વિધાનસભાના માજી ધારાસભ્ય મિતેશભાઇ ગરાસિયા.પ્રદેશ સેવાદળ સહમંત્રી દિનેશભાઇ પારગી.જિલ્લા મહામંત્રી અમરસિંહભાઇ માવી.જિલ્લા મંત્રી દિનેશભાઇ ભાભોર.જિલ્લા એસ.ટી સેલ પ્રમુખ મુકેશભાઇ ડામોર, લીમડી શહેર પ્રમુખ ટિકુભાઇ પરમાર,આંબા જિલ્લા પ્રભારી રમેશ ગણાવા,કદવાલ જિલ્લા પ્રભારી જેસિંગભાઇ અમલિયાર,કદવાલ જિલ્લા સંયોજક જગુભાઇ સંગાડા,તાલુકા સભ્ય ખીમાભાઇ મુનિયા ,હિરસિંગભાઇ સગાડા,સતીશભાઇવસૈયા, ચેતનડામોર,મહેશપરમાર, દલસીંગ સંગાડા,મહેશઅમલિયાર કાળુભાઇડામોર,આષિશડામોર,ભરતબારિયા,બાબુનિનામા સહિત ઝાલોદ કોંગ્રેસના જિલ્લા /તાલુકા પંચાયત સિટના સંયોજકો અને આગેવાન કાર્યકર્તાઓ હાજર રહેલ હતા.

