ઝાલોદ તાલુકામાં ભાજપ મહિલા મોરચા દ્વારા સી.આર.પાટિલના ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ : ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન સોલંકી અને અને જીગીશાબેન પંચાલ તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
ઝાલોદ તાલુકામાં ભાજપ મહિલા મોરચા દ્વારા સી.આર.પાટિલના ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ : ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન સોલંકી અને અને જીગીશાબેન પંચાલ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
ઝાલોદ તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ રિટાબેન સોલંકી અને મહામંત્રી જીગીશાબેન પંચાલ તેમજ ભાજપ મહિલા મોરચાના અન્ય હોદ્દેદારો સૌ લોકો ગુજરાત ભાજપના પ્રમુખ
સી.આર.પાટીલનો પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી સ્વરૂપે મઠ ફળિયામાં ભેગા થયેલ. ત્યાર બાદ ત્યાંથી સૌ ભેગા થઈ મઠ ફળિયામાં આવેલ આંગણવાડી ખાતે જઇ ત્યાં બાળકોને ફળ ,ફ્રૂટ ,નોટબુક, પેન્સિલ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.