ઝાલોદ નગરના લીમડી મુકામે સ્કૂલોમાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ : બાળકોમાં ચૂંટણીનું મહત્વ શિખાડવાનો પ્રયાસ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનજ્યોત વિદ્યાલય લીમડી અને શ્રીમતી આરએમ દેવડા માધ્યમિક સ્કૂલ લીમડીમાં આચાર્ય કુલદીપ પી મોરીના માર્ગદર્શન હેઠળ અને શૈલેષભાઈ ભાભોર ઇશ્વરભાઇ પટેલ અને રીટાબેન પાટીલ તેમજ દરેક વર્ગ શિક્ષકોની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓની બાળ સાંસદની ચૂંટણી યોજવામાં આવી જેમાં દરેક વિદ્યાર્થીઓમાં ઉમંગભેર ભાગ લીધો હતો જેમાં વર્ગમાં નૈતિકતા અને રાજનીતિના ગુણવિક્સે તેવા હેતુથી વર્ગ શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. તે પછી બાળ સંસદની ચૂંટણી થયા બાદ પરિણામ જાહેર કરી વર્ગ પ્રતિનિધિ અને મોનિટર ને શાળાના ટ્રસ્ટીશ્રી શાળાના આચાર્ય તમામે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની મીટીંગ પણ ગોઠવવામાં આવી હતી