તા. ર થી ૮ ઓકટોબર સુધી જિલ્લામાં યોજાશે વિવિધ કાર્યક્રમો
ગુરૂવાર
સમ્રગ ગુજરાત રાજયમાં ર ઓકટોબર એટલે કે પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિન થી ૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ – ૨૦૧૯ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે અન્વયે દાહોદ જિલ્લામાં પણ વિવિધ તાલુકાઓમાં નશાબંધી અને આબકારી ખાતા દ્વારા અન્ય સરકારી વિભાગોના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
નશાબંધી સપ્તાહ અંતર્ગત નશાબંધીના પ્રચારના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં વિવિધ શાળાઓ, કોલેજો, યુવક મંડળોને સાથે રાખીને સ્વૈચ્છીક સંસ્થાઓનો સહયોગ લઇને કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમોમાં નશાબંધી સપ્તાહનું ઉદધાટન, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રતિજ્ઞા વાંચન, વિધાર્થી નશાબંધી વકૃત્વ સ્પર્ધા, સંમેલન, પ્રદર્શન, દારૂના દૈત્ય દહન જેવા વિવિધ કાર્યક્રમોનું નશાબંધી અને આબકારી ખાતા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા નશાબંધી સમિતિના સભ્ય સચીવ અને નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક શ્રી એન.સી.સાદરાણીએ નશાની બદીને સંપૂર્ણપણે નાબુદ કરવાના ભગીરથ કાર્યમાં સૌના સાથ સહકારથી નક્કર પરીણામ મળે તે રીતના કાર્યક્રમોનું આયોજન કર્યુ હોવાનું જણાવ્યું છે.