દાહોદ કોલેજમાં 21 જુલાઈ 2022 ગુરૂવારના રોજ સર્જક ઉમાશંકર જોશી અને અર્નેસ્ટ હેમિંગ્વેની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
દાહોદ તા.૨૧
નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ના ગુજરાતી વિભાગ અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઉમાશંકર જોશી અને નોબેલ પ્રાઇઝ વિજેતા અને હેમિંગ્વે ની જન્મ જયંતી ની આચાર્યશ્રી ડો. બી. સી. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. ગુજરાતી વિષયના પ્રાધ્યાપક ડો. ધવલ એસ જોષી તથા અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક પ્રો. મેઘના સી કંથારીયા એ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કર્યું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ તેમાં દિપેક્ષા કંથારીયા, ક્રિષ્ના કોલી તથા કલા પસાયાએ પ્રાર્થના નું ગાન કર્યું. કોલેજના વિદ્યાર્થીઓ ડામોર રાહુલ, રાઠોડ દિવ્યા એ ઉમાશંકર જોશી ના જીવન અને સાહિત્ય વિશે વાત કરી. તેમજ શુભાંગીની વૈશ્ય શ્રુતિ પરીખ એ અર્નેસ્ટ હેમિંગ્વે વિશે વાત કરી. તેમજ કાર્યક્રમની આભાર વિધિ ગુજરાતી વિષયના પ્રાધ્યાપક ડો. મૌસમી મેસવાણિયા દવે એ કરી.