દાહોદના નસીરપુર ઈન્દૌર – અમદાવાદ હાઈવે પરનો બનાવ : પીકઅપ અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના નસીરપુર ગામે ઈન્દોર અમદાવાદ હાઈવે પર એક પીકઅપ ગાડી તેમજ એક મોટર સાઇકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયું હતું જેમાં મધ્ય પ્રદેશના બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે  પીકપ ગાડી નો ચાલક સ્થળ પર ગાડી મૂકી ફરાર થઇ જવા પામ્યો હતો.
ઈન્દૌર અમદાવાદ નેશનલ હાઈવે પર દિન – પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થતા આ હાઇવે અકસ્માત ઝોન તરફ અગ્રેસર થઈ રહ્યો છે ત્યારે આ નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતનો સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો હતો જેમાં મધ્યપ્રદેશના ખંડવા તેમજ હાલ દાહોદ શહેરના પડાવ ખાતેના રહેવાસી વિશ્વનાથ ઉઇકે મોટરસાયકલ પર  કોસ્મેટિક નો સામાન વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા જેમાં આજરોજ તેઓ કોસ્મેટિકનો સમાન વેચવા જતા હતા. અને બપોરના સમયે દાહોદ તાલુકાના નસિરપુર નજીક  અમદાવાદ નેશનલ હાઈવે પરથી  પસાર થઈ રહ્યા હતા તે સમયે મધ્યપ્રદેશનાં નાનખેડાના રહેવાસી દિલીપભાઈ પ્રજાપતિ પોતાની કબ્જા હેઠળની સ્ઁ – ૧૩ – ય્છ  – ૯૯૪૬ ની પીકઅપ ગાડીમાં ચા પીવાના કપ અને રકાબી ભરીને ઉજ્જૈન તરફ જઈ જતી વેળાએ પીકપ ગાડી નો પાછળનું ટાયર ફાટતા ચાલક દિલીપભાઈએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જતા વિશ્વનાથ ભાઈ ની મોટર સાયકલને અડફેટે લેતા વિશ્વનાથ ભાઈ જમીન પર પટકાતા તેઓને જીવલેણ ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.  જાેકે આ ઘટના બાદ પીકપ ગાડી નો ચાલક દિલીપભાઈ ગાડી સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આ ઘટના સંબંધની જાણ દાહોદ તાલુકા પોલીસને કરવામાં આવતા દાહોદ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી આપવાની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: