ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામેથી એકજ રાત્રીમાં બે તુફાન ક્રુઝર ગાડી ચોરાતાં ખળભળાટ મચ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામે રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ એક સાથે બે તુફાન ક્રુઝર ફોર વ્હીલર ગાડીઓની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન વાહન ચોર ટોળકી સક્રિય બની રહી છે અને તેમાંય હવે વાહન ચોર ટોળકીઓ ફોર વ્હીલર ગાડીઓની અને ખાસ કરીને તુફાન ક્રુઝર ગાડીઓને નિશાન બનાવી ચોરી કરી લઈ જતાં હોવાની ચોરીની ઘટનાઓમાં વધવા માંડી છે ત્યારે વધુ એક ઘટનાને પગલે જિલ્લાનમાં ચકચાર મચી જવા પામ્યો છે. ગત તા. ૧૯મી જુલાઈના રોજ ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામે ભગત ફળિયામાં રહેતાં સુરપાળભાઈ સડીયાભાઈ ગરાસીયા અને વિક્રમભાઈ બીજલભાઈ ગરાસીયાની પોત પોતાની તુફાન ક્રુઝર ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને તુફાન ક્રુઝર ફોર વ્હીલર ગાડીઓને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી રાત્રીના કોઈપણ સમયે ચોરી કરી લઈ નાસી જતાં વહેલી સવારે બંન્ને ગાડીઓ ન જાેવા માલિકો સહિત વિસ્તારના લોકોમાં ચકચાર વ્યાપી જવા પામી હતી. સંબંધે સુરપાળભાઈ સડીયાભાઈ ગરાસીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.