સંજેલી બેંક ઓફ બરોડાના 115માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૩
બેંક ઓફ બરોડા સ્ટાફ તેમજ નગરજનો સંજેલી ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા .
બેક ઓફ બરોડા ના ૧૧૫ મા સ્થાપના દિવસ ની ઉજવણી નિમિત્તે માનવસેવા ની પ્રવૃત્તિ ના ભાગરૂપે બેક ઓફ બરોડા ની દાહોદ જિલ્લામાં આવેલ સંજેલી શાખા દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ના સહયોગથી રકતદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગ પર શાખા મેનેજર , સ્ટાફ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ના એકટીવીટી કન્વીનર નરેશભાઈ ચાવડા. બ્લડ બેક કન્વીનર એન.કે પરમાર તથા બ્લડ બેક સ્ટાફ તેમજ સંજેલી ના સામાજિક કાર્યકર ઉપસ્થિત રહ્યાં હતા
બેક ના સ્ટાફ સહિત યુવાનો દ્વારા ઉત્સાહ પૂર્વક રકતદાન કરવામાં આવ્યું હતુ