ભારત દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી બન્યા તે બદલ માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં આભાર અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૪

ભારત દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી બન્યા તે બદલ દાહોદ શહેરના પંડિત દીનદયાળ ઓડીટરિયમ ખાતે અને ઝાલોદ વિધાનસભા સીટમાં કંબોઈ ધામ ખાતે આદિજાતિ વિકાસ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં આભાર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

આ અભિવાદન કાર્યક્રમમાં વિધાનસભાનાં દંડક રમેશભાઈ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ગુજરાત સરકારના પૂર્વમંત્રી બચુભાઇ ખાબડ, વરિષ્ઠ આગેવાન નેતા બી.ડી.વાઘેલા, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, પ્રમુખ તાલુકા પંચાયત અને સદસ્યો, જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સરપંચો અને સદસ્યો, તાલુકા પ્રમુખ/મહામંત્રી અને હોદેદારો, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલ સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: