ઝાલોદ નગરમાં દશામાંના તહેવારને લઈ મૂર્તિકારોના નગરમાં ધામા : માઁ દશામાંની વિવિધ જાતની મૂર્તિઓને લઈ ભક્તોમાં જોવાતો અનેરો ઉત્સાહ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૫
શ્રાવણ માસ ચાલુ થતાં ધાર્મિક તહેવારોની સિઝન પણ ચાલુ થઈ જાય છે, દશામાંના તહેવારની ઉજવણી અમાવશથી ચાલુ થાય છે, ઝાલોદ નગર ,જિલ્લામાં, સમગ્ર ગુજરાતમાં તેમજ સમગ્ર ભારત વર્ષમાં દશામાંના તહેવારની ઉજવણી કરવામાં આવે છે, છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોનાને લીધે સીમિત માત્રામાં તહેવારની ઉજવણી કરવામાં આવતી હતી પણ આ વર્ષે મૂર્તિકારો છૂટથી મૂર્તિઓ વેચવા માર્કેટમાં આવેલ છે ,તેમના પાસે રંગ બીરંગી- નાની મોટી દરેક પ્રકારની મૂર્તિઓ જોવા મળી રહી છે, વિવિધ જાતની મૂર્તિઓ જોઇ માઁ દશામાંના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવાઈ રહેલો જોવા મળી રહેલ છે તેથી ભક્તોના દિલમાં ખુશીનો માહોલ જોવા મળી રહેલ છે.
ધાર્મિક શાસ્ત્રો મુજબ માઁ દશામાંના વ્રતનો તહેવાર અમાવાસથી ચાલુ થાય છે ,માઁ દશામાના ભક્તો દશ દિવસ સુધી દશામાંની સ્થાપના પોતાના ઘરે કે ગામમાં કરવામાં આવે છે, રોજ સવારે પવિત્ર થઈ માઁ દશામાના ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે અને દસ દિવસ સુધી માઁ દશામાંની સેવા પૂજા કરવામાં આવે છે અને અમુક વિસ્તારોમાં તો રોજ માઁ દશામાંના ગરબા તેમજ જાગરણ પણ કરવામાં આવે છે.
ઝાલોદ નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ માઁ દશામાંના તહેવારને લઈ અનેરો ઉત્સાહ જોવાઈ રહેલો છે, હવે ગણતરીના દિવસો બાકી રહેલા હોવાથી માઁ દશામાંના ભક્તોનો મૂર્તિ લેવા માટે ઘસારો જોવા મળી રહેલ છે આમ ભાવિક ભક્તો અને મૂર્તિકારોમાં અનેરો ઉત્સાહ જોવાઈ રહેલો જોવા મળી રહેલ છે.