દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સહાડા ગામે બોલેરો ગાડીની અડફેટે એકનું મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સહાડા ગામે એક બોલેરો ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર બે જણાને અડફેટમાં લેતાં બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જ્યારે એક સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત તા.૨૪મી જુલાઈના રોજ સાહડા ગામેથી એક બોલેરો ગાડીનો ચાલક પોતાના કબજાની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ ગરબાડા તાલુકાના છરછોડા ગામે રોડ ફળિયામાં રહેતાં પ્રતાપભાઈ ગોપાળભાઈ ખપેડની મોટરસાઈકલને અડફેટમાં લેતાં પ્રતાપભાઈ અને તેમની પાછળ બેઠેલ સેનાભાઈ બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે પ્રતાપભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે સેનાભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સંબંધે છરછોડા ગામે રોડ ફળિયામાં રહેતાં નયનભાઈ ગોપાળભાઈ ખપેડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: